પ્રધાનમંત્રી મોદી, આજથી ત્રણ દેશોની મુલાકાતે, કેનેડામાં જી-7 સમિટમાં પણ હાજરી આપશે
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15 થી 19 જૂન સુધી ત્રણ દેશોની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે. કેનેડામાં જી-7 સમિટમાં હાજરી આપવા ઉપરાંત, તેઓ પીએમ માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15 થી 19 જૂન સુધી ત્રણ દેશોની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે. કેનેડામાં જી-7 સમિટમાં હાજરી આપવા ઉપરાંત, તેઓ પીએમ માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી મુલાકાતના પહેલા તબક્કામાં સાયપ્રસ પહોંચશે. 15-16 જૂનની આ મુલાકાત સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસના આમંત્રણ પર થઈ રહી છે. રાજધાની નિકોસિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડેસ વચ્ચે વાતચીત થશે.

જી-7 સમિટમાં ભાગીદારી

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર પીએમ મોદી, 16-17 જૂને જી-7 સમિટમાં ભાગ લેશે. જી-7 સમિટમાં પીએમ મોદીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. સમિટમાં, પીએમ જી-7 દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત આઉટરીચ દેશોના વડાઓ સાથે વાતચીત કરશે. તેઓ સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

ક્રોએશિયાની પ્રથમ મુલાકાત

તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી 18 જૂને ક્રોએશિયા પ્રજાસત્તાકના વડા પ્રધાન એન્ડ્રેજ પ્લેન્કોવિચ ના આમંત્રણ પર ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ કોઈ ભારતીય વડા પ્રધાનની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande