કોસ્ટલના પાંચ ગામોને બગવદર ડીવીઝનમાં ના ભેળવવા, ખેડૂતોએ પી. જી.વી.સી.એલ.ને કરી રજુઆત
પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના પાંચ ગામના ખેડુતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઇ પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી. કોસ્ટલના પાંચ ગામોને બગવદર ડીવીઝનમાં ના ભેળવવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિકારીઓને રજુઆત સમયે પોરબંદર જિલ્લા
ખેડૂતોએ પી. જી.વી.સી.એલ ને કરી રજુઆત.


ખેડૂતોએ પી. જી.વી.સી.એલ ને કરી રજુઆત.


પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના પાંચ ગામના ખેડુતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઇ પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી. કોસ્ટલના પાંચ ગામોને બગવદર ડીવીઝનમાં ના ભેળવવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિકારીઓને રજુઆત સમયે પોરબંદર જિલ્લાના ભાજપ કોગ્રેસના આગેવાનો પર પહોચ્યા હતા અને ખેડુતો હીતમાં રજુઆત કરી હતી.

પોરબંદર ગ્રામ્યપંથકમાં ખેડુતોને વીજ સંબંધી અનેક ફરીયાદો રહેલી છે. ખેડુતો અવાર નવાર વીજ સંબંધી ફરીયાદો કરી છે, છતા યોગ્ય નિરાકરણ આવતુ નથી. તેવામાં પોરબંદર કોસ્ટલ ડીવીઝનના પાંચ ગામોને બગવદર ડીવીઝનમાં ભેળવવાનું આયોજન થતાં પોરબંદર કોસ્ટલના વિસાવડા, પાલખડા, ટુકડા, ભાવપરા, મિયાણી તથા હથિયાણી ગામના ખેડુતો આજે એકઠા થયા હતા. મોટી સંખ્યામા પોરબંદર પીજીવીસીએલની કચેરીએ અધિકારીઓને ઉગ્ર રજુઆતો કરી હતી. રજુઆતો કરતા સમયે પીજીવીસીએલના અધિકારીઓએ ઉપર આ બાબતે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરીશુ તેમ જણાવી દીધુ હતુ , પરંતુ ખેડુતોને રજુઆત કરવા પણ ધક્કા ખાવા પડે છે. અધિકારીઓ પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરે છે, ત્યારે ખેડુતોમાં ભારે રોષ જોવા મળે છે. જો કે આવતીકાલે પાંચ ગામના ખેડુતો ફરી પોરબંદર રજુઆતો કરવા આવશે અને પોરબંદર પીજીવીસેઅલના અધિક્ષકને રૂબરૂ મળશે અને બગવદર ડીવીઝનમાં ના ભેળવવાની રજુઆતો કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande