પોરબંદરમાં થયેલ સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી કિર્તીમંદિર પોલીસ
પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર માંથી એક બાઈક અને બે સાઇકલ ચોરી થતા ચોરી અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સાઇકલ ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોરબંદર શહેરના લિબર્ટી રોડ પર રઝા પલાઈવુડ વાળી
પોરબંદરમાં થયેલ સાઇકલ ચોરીનો ભેદ ઉકેતિ કિર્તીમંદિર પોલીસ.


પોરબંદરમાં થયેલ સાઇકલ ચોરીનો ભેદ ઉકેતિ કિર્તીમંદિર પોલીસ.


પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર માંથી એક બાઈક અને બે સાઇકલ ચોરી થતા ચોરી અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સાઇકલ ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોરબંદર શહેરના લિબર્ટી રોડ પર રઝા પલાઈવુડ વાળી ગલી માંથી એક બાઈક અને બે સાઇકલ ચોરી થઈ હતી આ બાબતે આશીફ બરીસભાઈ ઢીલા એ પોતાનું હીરો કંપનીનું 5,000 રૂપિયા નું બાઈક,ગોપાલભાઈ જીવાભાઈ ગોહેલ એ પોતાની 3000 રૂપિયાની સાઇકલ અને નિકુંજ કેશુભાઈ સલેટ ની પોતાની 3000 રૂપિયાની સાઇકલ ચોરી થયાની ફરિયાદ પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન કીર્તિમંદિર પોલીસને પોરબંદરના વીરડી પ્લોટ લકડીબંદર ત્રણ રસ્તા નજીક થી દરિયાદમાં વર્ણવેલ સાઇકલ લઈ જઈ રહેલા ઇસમને પોલીસે ઉભો રાખી નામ પૂછતાં સાઇકલ સવારે પોતાનું નામ મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે શંકાના આધારે આગવી ઢબે પૂછપરછ કર્યા મનીષ મઢવી એ સાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસે થી ચોરી કરેલ કુલ 9 સાઈકલો કબ્જે કરી હતી.પોલીસે મનીષની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કબ્જે કરેલ 9 માંથી 7 સાઈકલો ને લઈ ને પોરબંદરની જાહેર જનતા ને અપલી કરી છે કે ફોટોમાં દર્શાવેલ સાઇકલ માલિકોએ યોગ્ય આધારપુરાવા સાથે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande