પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી 450 કરતા વધુ પેટી વિદેશી દારૂની ઝડપાય છે, પોલીસે ટ્રક, બોલેરો સહિત 65 લાખનો મુદામાલ જપ્ત કરાયો છે. પોલીસે રેઈડ દરમિયાન ઉદ્યોગનગર પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, આ કેસમાં અન્ય આરોપી ફરાર થયા છે. પોલીસ ફરીયાદ દાખલ કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ છે છતાં પોલીસ ચોપડે કરોડો રૂપિયાના દારૂ ઝડપાયોની નોંધ થાય છે ગુજરાતમાં દારૂબંધીના કાયદોનો કેવો અમલ થાય છે તે લોકો જાણે છે. ગાંધી ગામ પોરબંદર સુધી 450 કરતા વધુ પેટી દારૂ પહોંચી જાય છે અને પોલીસ અધિકારીઓને ખબર પણ પડતી નથી આમ તો સમયાંતરે વાહન ચેકીંગ કરી વાહનો દંડ વગેરે વિગતો પ્રેસનોટ માધ્યમથી બહાર પાડે છે પોતાની સારી કામગીરી બતાવે છે. ગાંધીભુમિ પોરબંદર છેવાડાનું ગામ છે છતાં પોરબંદર સુધી લાખો રૂપિયાનો દારૂ પહોંચી જાય છે પોરબંદરમાં અગાઉ પર લાખો રૂપીયો દારુ ઝડપાયો હતા. દર વર્ષે આટલો મોટો જથ્થો ઝડપાય છે, આજે 16 જુનના રોજ ઉદ્યોગનગર પોલીસની સર્તકતા કારણે 450 કરતા વધુ પેટી વિદેશી દારુ ઝડપાય છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બોખીરા રબારી સમાજ નજીકથી ટ્રક અને બોલેરામાંથી 450 કરતા વધુ પેટી દારૂ ભરેલી હતી. ઉદ્યોગનગર પોલીસે રેઇડ દરમિયાન બે આરોપી ઝડપી લીધા છે ત્યારે અન્ય આરોપી ફરાર થયા હતા. પોલીસ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ દારૂ કોણે મંગાવ્યો ? ક્યાથી આવ્યો છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
11,868 બોટલ, કિંમત 66,54,932 લાખ
ઉદ્યોગનગર પોલીસ પટ્રોલીંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે રબારી સમાજની વંડી નજીક રેઈડ દરમીયાન ટ્રક અને બોલેરો મળી આવ્યો હતો રેઈડ દરમિયાન બે શખ્સો દિવાલ કુદી ફરાર થયા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારુનો મોટો જથ્થો નજરે પડયો હતો બાદ પોલીસ સ્ટેશન લાવી ગણતરી કરતા 11,868 બોટલ નીકળી હતી જેની કિંમત 35 લાખ જેવી થાય છે આ કેસમાં ત્રણ આરોપી ફરાર થાય છે બોખીરમાં દારુ દેવા લાધામારૂએ મંગાવ્યો હતો જે ફરાર થયો છે સાથે બે ચાલક પણ ફરાર થયા છે આ કેસમાં પોલીસીને દેવા જેઠા કોડીયાતર તેમજ કરમણ રૈયા કોડીયાતર ઝડપી લેવામા પોલીસીને મળી સફળતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya