પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમાં મેઘરાજાને ધમકેદાર એન્ટ્રી કરી છે. જેને પગલે અનેક સ્થળે પુરની પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે.
પોરબંદર જીલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. પોરબંદર શહેરમાં દિવસ દરમ્યાન દોઢ ઇચ વરસાદ પડયા બાદ રાત્રીના વધુ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. આજે પણ સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગે પોરબંદરમાં ઓરેજ એલર્ટ આપ્યુ છે. જેથી ભારે વરસાદ પડશે તેવી શકયતા જોવા મળી રહી છે પોરબંદર જીલ્લાના મોટાભાગના વિસ્તારોમા વાવણીલાયક વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પોરબંદર જીલ્લામાં મૌસમના વરસાદના આંકડા પર નજર કરીએ તો પોરબંદર તાલુકામાં 59 મીમી,રાણાવાવ તાલુકામા 13 મીમી અને કુતિયાણા તાલુકામાં 17 મીમી વરસાદ નોંધાયો છે. પોરબંદર જીલ્લો ખેતી આધારીત હોય અહિ વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમા ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.
આજે ઓરંજ એલર્ટ આપવામાં આવ્યુ છે.જેને પગલે આજે ભારે વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે પોરબંદર જીલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. મંગળવારે બપોરના સમયે પોરબંદર શહેરમાં ધીમીધારે વરસાદ પડયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya