પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ એવન્યુમાં શોર્ટ સર્કિટના કારણે મીટરમાં આગ ભભૂકી હતી. આ ઘટના અંગે ત્યાંના વેપારીએ તાત્કાલિક પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
સૂચના મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર