પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લાના અનેક વિસ્તારોમા વીજધાંધિયા જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં વીજધાંધિયા જોવા મળી રહ્યા છે તો રાણાવાવ શહેરમાં તો વીજ ધાંધિયાથી શહેરીજનો તોબા પોકારી ગયા છે. છેલ્લા એક સપ્તાહથી વીજધાંધિયા જોવા મળી રહ્યા દિવસ દરમ્યાન વીજળી ગુલ થયા બાદ કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત થતો નથી જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે વરસાદ પડતાની સાથે વીજળી ગુલ થઈ જાય છે. ગઈકાલે અનેક વિસ્તારોમા બપોનરા 2:00થી 6:30 વાગ્યા સુધી વીજળી ગુલ થઈ ગઇ હતી એક કલાક વીજળી આવી અને ફરી 7:00થી 8:30 સુધી વીજળી ગુલ થઇ ગઇ હતી.
હાલ ચોમાસાના સમયમા ખાસ કરીને રાત્રીના સમયે વીજળી ગુલ થતી હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વીજધાંધિયા અંગે પીજીવીસીએલના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા સંતોષકારક જવાબ મળતો નથી તો પીજીવીસીએલની સંતોષકારક જવાબ પણ મળતો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya