પોરબંદર, 18 જૂન (હિ.સ.) : આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે પોરબંદર જિલ્લામાં મોસમ અનુસાર ખાસ કરીને વરસાદના સંદર્ભમાં યોગ્ય આયોજન અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ વર્ષેાઋતુને ધ્યાનમાં રાખી મતદાન દરમિયાન મતદારોને કોઈ અડચણ ન આવે તે માટે આયોજન કરવા જરૂરી સૂચનો આપ્યાં. અને તેમણે જણાવ્યું કે વરસાદ આવવાની પરિસ્થિતિમાં પણ ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના ચાલી શકે તે માટે અગાઉથી પૂરતી તૈયારી હોવી જરૂરી છે. મતદાન મથકો પર પાણી લીકેજ, વરસાદી પાણી શક્યતાને ધ્યાને રાખીને લાઈટ, બેઠક અને અન્ય સુવિધાઓ માટે કામગીરીના કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, તેમજ વિવિધ પોરબંદર ગ્રામ્ય ,રાણાવાવ અને કુતિયાણા તાલુકાના મામલતદાર સર્વ અને અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya