કે.સી. પટેલના સન્માન કાર્યક્રમમાં 15000 કિલો અનાજ ભેટ, પાટણ પોલીસ પર આક્ષેપ
પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને, હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક મળતાં તેમના સન્માનમાં લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણ શહેર સહિત તાલુકા અને સરસ્વતી તાલુકાના આ
કે.સી. પટેલના સન્માન કાર્યક્રમમાં 15000 કિલો અનાજ ભેટ, પાટણ પોલીસ પર આક્ષેપ


કે.સી. પટેલના સન્માન કાર્યક્રમમાં 15000 કિલો અનાજ ભેટ, પાટણ પોલીસ પર આક્ષેપ


કે.સી. પટેલના સન્માન કાર્યક્રમમાં 15000 કિલો અનાજ ભેટ, પાટણ પોલીસ પર આક્ષેપ


પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને, હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક મળતાં તેમના સન્માનમાં લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણ શહેર સહિત તાલુકા અને સરસ્વતી તાલુકાના આગેવાનો તથા વિવિધ વિસ્તારમાંથી આગમન કરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ સન્માન કાર્યક્રમ દરમિયાન 15000 કિલોથી વધુ અનાજ ભેગું કરવામાં આવ્યું, જેમાં ઘઉં, બાજરી, જુવાર, બંટી અને મકાઈનો સમાવેશ થાય છે. પૂજન પ્રસંગે આ અનાજ કે.સી. પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું. આ અનાજનો ઉપયોગ પશુ-પક્ષીઓ માટે કરાશે, જ્યારે બાકીની રાશિ શ્રી હરિઓમ ગૌશાળા અને વચ્છરાજ દાદાની ગૌશાળા મોકલવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન કે.સી. પટેલે, પાટણ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ખાનગી વાહનચાલકો પાસેથી પોલીસ 500થી 1000 રૂપિયા હપ્તો વસૂલે છે, જેના કારણે બહારથી આવનારા વાહનચાલકો પાટણમાં આવતાં અટકતાં હોય છે. આ સ્થિતિના કારણે વેપાર-ધંધા પર નકારાત્મક અસર પડી રહી છે અને લોકો રાધનપુર, બેચરાજી અને મહેસાણા જેવા શહેરોમાં ખરીદી માટે જતા રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande