પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ,“ઓપરેશન શિલ્ડ” અંતગર્ત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ધરમપુર પોરબંદર ખાતે ડ્રોન એટેકમાં રાહત અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજવામાં આવી હતી.આ મોકડ્રીલમાં કોસ્ટગાર્ડ ક્વાટરના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ, સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ, રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ મોક ડ્રીલમાં પોલીસ સહિતનાં સુરક્ષા જવાનો,નેશનલ કેડેટ કોર્પ્સ ,આરોગ્ય સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર દ્વારા એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય લોકોને સુરક્ષિત સેફ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા.
આ મોકડ્રીલમાં આગામી સમયમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરી એવી સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોકડ્રીલ બાદ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યુ હતું.ઇન્ચાર્જ કલેકટર બી . બી.ચૌધરીએ જણાવ્યું હતું કે,,“ઓપરેશન શિલ્ડ” અંતગર્ત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ધરમપુર પોરબંદર ખાતે ડ્રોન એટેકમાં રાહત બચાવવાની કામગીરી કઈ રીતના કરી શકાય તે માટેની મોકડ્રીલનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર , અનેસીસી, પોલીસ, બીએસએફ , કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષા એજન્સીના જવાનો, આરોગ્ય,108 એમ્બ્યુલન્સ સહિતના દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય તે માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આજે સાજે 8 કલાકે બ્લેક આઉટ કરવામા આવશે જેમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખીને સહકાર આપવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે,પોરબંદર ખાતેની આજની સંયુક્ત મોકડ્રિલમાં પોલીસ, રેવન્યુ,આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ, મહાનગરપાલિકા,NCC, કોસ્ટગાર્ડ, બીએસએફ સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ,અને અન્ય જરૂરી ઓથોરિટીના અધિકારીઓ કર્મચારીઓ અને વોલેન્ટિયર જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya