અમદાવાદ જિલ્લાના ખેડૂતો, પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટ્સોર્સ સહાય માટે અરજી કરી શકશે
ગાંધીનગર, 2 જૂન (હિ.સ.) : બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે(COE) ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટ્સોર્સ સહાય મેળવવા માટે અમદાવાદ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે. અમદાવાદના મીરોલીમાં આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ (સી. ઓ. ઇ.) ખાતે થી
અમદાવાદ જિલ્લાના ખેડૂતો, પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટ્સોર્સ સહાય માટે અરજી કરી શકશે


ગાંધીનગર, 2 જૂન (હિ.સ.) : બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે(COE) ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટ્સોર્સ સહાય મેળવવા માટે

અમદાવાદ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે.

અમદાવાદના મીરોલીમાં આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ (સી. ઓ. ઇ.) ખાતે થી આંબા નૂતન કલમ (કેસર), જામફળ, સિતાફળ, જાંબુ, લીંબુ, ફાલસા વગેરે ફળરોપા તથા શાકભાજીના ધરું જિલ્લાના ખેડૂતો મેળવી શકશે. અગાઉથી કરાયેલ નોંધણી મુજબ અન્ય રોપા/ કલમ/ ધરૂ પણ મેળવી શકાશે.

સહાય ધોરણ-

- સામાન્ય જાતિના ખેડૂતોને કલમ/ રોપા/ ધરૂ/ અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં નક્કી કરેલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 5000/- ની મર્યાદામાં એટસોર્સ સહાય મળશે.

- અનુ. જાતિ/જન જાતિના ખેડૂતોને કલમ/રોપા/ધરૂ/અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં નક્કી કરેલ ખર્ચના 75% અથવા મહત્તમ રૂ. 7500/- ની મર્યાદામાં એટસોર્સ સહાય મળશે.

- એટસોર્સ સહાય એટલે એવી સહાય જેમાં ખેડૂતોને સહાય બાદની વધતી રકમ જ ચુકવવાની રહેશે.

એટસોર્સ સહાય મેળવવાની અને અરજી કરવાની રીત/નિયમો

- બાગાયત ખાતાની 'ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી' સંચાલિત નર્સરી અને સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી ઉત્પાદિત થતા કલમ/રોપા/ધરૂ/અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી કરવાની રહેશે.

- ખેડૂતોએ નિયત નમૂનામાં જરૂરી સાધનિક કાગળો સહિતની અરજી નર્સરીના અધિકારી/કર્મચારી પાસે જ જમા કરાવવાની રહેશે.

- ત્યારબાદ અરજી મુજબ કલમ/ રોપા/ ધરૂ/ અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી નર્સરી/ COE ખાતેથી નિયમોનુસાર ખરીદી કરવાની રહેશે.

- ઓછામાં ઓછા રૂ. 2000/- ના મૂલ્યના કલમ/ રોપા/ ધરૂ/ અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી કરે તેવા કિસ્સામાં જ સહાય મળવા પાત્ર રહેશે.

એટસોર્સ સહાય મેળવવા જરૂરી સાધનિક કાગળો

1. 7/12 તથા 8-અ ની નકલ

2. આધારકાર્ડ/ રેશનકાર્ડની નકલ

3. ફોટોગ્રાફ દર્શાવતું ઓળખપત્ર (જરૂર જણાય તો)

4. અનુ. જાતિ/જન જાતિના પ્રમાણપત્રની નકલ (લાગુ પડતુ હોય તો)

5. દિવ્યાંગનું પ્રમાણપત્રની (લાગુ પડતુ હોય તો)

પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટ્સોર્સ સહાય મેળવવા સંબંધિત પ્રશ્નો અને મૂંઝવણો માટે જિલ્લાના ખેડૂતો સુશ્રી દિક્ષા આર. પ્રજાપતિનો સવારે: 08:00 થી સાંજે 06:00 સુધી 7016506422 નંબર પર સંપર્ક કરી શકશે, એમ જિલ્લા બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande