વરાછા અને પાંડેસરામાં, કુટણખાના પર પોલીસના દરોડા : 15ની ધરપકડ
સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગર ખાતે એક મકાનમાં ધમધમતા કુટણખાના પર વરાછા પોલીસે દરોડા પાડ્યા હતા અને કુટણખાનું ચલાવનાર મહિલા સંચાલક તથા ગ્રાહકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પાંડેસરા પોલીસે પણ પાંડેસરા વિસ્તારમાં
Arrest


સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગર ખાતે એક મકાનમાં ધમધમતા કુટણખાના પર વરાછા પોલીસે દરોડા પાડ્યા હતા અને કુટણખાનું ચલાવનાર મહિલા સંચાલક તથા ગ્રાહકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પાંડેસરા પોલીસે પણ પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં આવાસમાં દરોડા પાડ્યા હતા અને બિલ્ડીંગમા ત્રણ રૂમમાં કુટણખાનું ચલાવતા બે વ્યક્તિને ઝડપી પાડી કુલ આઠ લોકોની ધરપકડ કરી પોલીસે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછા પોલીસને બાતમી મળી હતી કે ઘનશ્યામ નગર શેરી નંબર 16 પ્લોટ નંબર 165 માં ત્રીજા માળે રૂમમાં લતાબેન ઉર્ફે રિયાબેન હિતેશભાઈ રામભાઈ પટેલ (રહે લક્ષ્મીનગર સોસાયટી સીમાડા ગામ સરથાણા) દ્વારા કુટણખાનુ ચલાવવામાં આવે છે. જે બાતમીના આધારે વરાછા પોલીસે છાપો માર્યો હતો. જેમાં લતાબેન મકાન ભાડેથી રાખી તેમાં ત્રણ લલનાઓ રાખી દેહવક્રિયનો ધંધો કરતા હતા. પોલીસે કુટણખાનામાં લલનાઓ સાથે શારીરિક સુખ માણવા આવનારા ગ્રાહકોમાં અરવિંદકુમાર ભૌહરે ચૌહાણ (રહે,ઘર નં-બી/૧૮૪,જગદિશનગર એલ.એચ.રોડ વરાછા) (મુળવતન-બૌહારીયા ગામ તા.તરબગંજ જી.ગૌડા યુ.પી.), રાજ હિતેશભાઇ જાની (રહે, ઘર નં-૧૦૪,આલીસાન હોમ્સ વ્રજચોક પાસે સરથાણા જકાતનાકા પાસે સરથાણા) (મુળવતન-ભાદરા ગામ તા.મહુવા જી.ભાવનગર), મોહમદ સાર્જન આલમ મોહમદ હાસીમ શેખ (રહે,નાગોરી ચા ની ઉપર પંડોળ ચોકબજાર) (મુળવતન-પતલવા ગામ થાના-કિશનગઢ જી.કિશનગઢ બિહાર), વિજયપાલ અમરસિંહ ગેહલોત (રહે,ઘર નં-૨૮ ઘનશ્યામનગર શેરી નં-૧૩ એલ.એચ.રોડ વરાછા) (મુળવતન-અંબા ગામ તા.પોરસા જી.મુરૈના એમ.પી), સોનુ સોમનાથ યદુવંશી (યાદવ) (રહે,પાટીચાલ ઝુપડપટ્ટી વરાછા) (મુળવતન-બિસુનપુર તા.મડિઆઉ જી.જોનપુર યુ.પી) અને પીટું બાબુભાઇ વસાવા (રહે,ઘર નં-૧૨૦/બી/૨, અમરોલી કોસાડ આવાસ અમરોલી)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સંચાલક પાસેથી રોકડા રૂપિયા ૬૧,૪૬૦, રૂપિયા ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 66,960 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, વડોદ ગામમાં આવેલ આવાસમાં બિલ્ડીંગ નંબર 75 માં રૂમ નંબર ૧૧, ૧૨ અને ૧૩ માં કેટલાક ઈસમો દ્વારા કુટણખાનું ચલાવવામાં આવે છે. જે બાતમીના આધારે પાંડેસરા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કુટણખાનું ચલાવતા સંતોષકુમાર ઉર્ફે રાહુલ ગોલખ પાલ (રહે. ૧૦૪ સાઇ શક્તિ એપાર્ટમેન્ટ, સાઇ મોહન સોસાયટી ભેસ્તાન),મન્નુ મંગલ સિંગ (રહે- રૂમ નં.૧૨,૧૩, બિલ્ડીંગ નં.૭૫, વડોદ આવાસ, પાંડેસરા)ને ઝડપી પાડ્યા હતા. કુટણખાનામાં ધંધા માટે બહારથી લલનાઓ બોલાવનાર રાજ માલીયા, મહેશ જૈન, બાબા માલીયા અને વિક્રમ નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી ગ્રાહકોમાં રંજનકુમાર રમેશ બૈઠા (રહે- લક્ષ્મીનગર, વડોદ ગામ, ગણેશનગર આવાસ, પાંડેસરા), જયભગવાનસીંગ સુનિલસીંગ યાદવ (રહે, વડોદ એસએમસી આવાસ, પાંડેસરા), બસંત કાપર ગજેન્દ્ર કાપર (રહે, ગોવાનજી ચાલ, પલસાણા ચોકડી પાસે), સકિલ એહમદ કાસીમ સાફી (રહે, ગોવાનજી ચાલ, પલસાણા ચોકડી), કમલજીત દેવન મંડલ (રહે, પાંડેસરા જી.આઇ.ડી.સી), બલરામ રામગોપાલ તિવારી (રહે, ગણેશનગર, કમલા ચોક પાસે, વડોદ પાંડેસરા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુટણખાનું ચલાવનાર પાસેથી રોકડા રૂપિયા 7900 તથા 20,000 ની કિંમત ના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 27,900 મુદ્દામાંલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande