Unlock Future of Marketing, માર્કેટિંગના ભવિષ્ય પર આધારિત સેમિનાર સફળતાપૂર્વક યોજાયો
ગાંધીનગર, 2 જૂન (હિ.સ.) : Strinovation Foundation, Government Cell of Gujarat અને AdblitzCreative Communication (India અને USA)ના સંયુક્ત ઉપક્રમે “Unlock Future of Marketing” વિષયક સેમિનારનો સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માર્કેટિંગ ક્ષેત્
Unlock Future of Marketing


ગાંધીનગર, 2 જૂન (હિ.સ.) : Strinovation Foundation, Government Cell of Gujarat અને AdblitzCreative Communication (India અને USA)ના સંયુક્ત ઉપક્રમે “Unlock Future of Marketing” વિષયક સેમિનારનો સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં માર્કેટિંગ ક્ષેત્રના આધુનિક પ્રવાહો, ટેક્નોલોજીની ભૂમિકા, અને આગામી દાયકામાં માર્કેટિંગની દિશા કઈ રીતે બદલાઈ રહી છે તે વિષયો પર વિશદ ચર્ચા કરવામાં આવી. વર્તમાન યુગમાં ડિજિટલ માર્કેટિંગ, કૃત્રિમ બુદ્ધિ (AI), big data અને consumer behaviorના બદલાતા પરિપ્રેક્ષ્યમાં સફળતાપૂર્વક બજાર હાંસલ કરવાની રીતો વિષે ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી.

સેમિનારના મુખ્ય વ્યાખ્યાતા તરીકે Dr. કૃપા મહેતા, ગ્રીશ્મા પટેલ, દ્રષ્ટિ પટેલ અને ખુશ્બુ પંચાલે ઉપસ્થિત રહી પોતાના વિશિષ્ટ અનુભવથી વિમર્શને સમૃદ્ધ બનાવ્યો. તેમણે નવા યુગના માર્કેટિંગ માળખાઓ, સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ અંગે વિશ્લેષણાત્મક દૃષ્ટિ આપવી.

વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, માર્કેટિંગ પ્રોફેશનલ્સ તેમજ નીતિ નિર્માતાઓ માટે આ કાર્યક્રમ વિશેષ ઉપયોગી નિવડ્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સેમિનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર સૌના સહયોગથી કાર્યક્રમને સફળતા મળી.

આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આજના યુગમાં માહિતીપ્રદ અને દ્રષ્ટિપ્રદાન કાર્યક્રમો કેટલી અસરકારક રીતે સંસ્થાઓ અને વ્યક્તિગત સ્તરે વૃદ્ધિ માટે માર્ગદર્શક બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande