બાંદીપોરા, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). સુરક્ષા દળોએ આજે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના કેત્સુન બિનલીપોરા વિસ્તારમાંથી આતંકવાદીઓના એક સાથીની ધરપકડ કરી. તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, 27 આસામ રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે કેત્સુન બિનલીપોરામાં નિયમિત ચેકિંગ કામગીરી દરમિયાન અલુસાના હલમતપોરાના રહેવાસી 48 વર્ષીય બશીર અહમદની ધરપકડ કરી. તેની પાસેથી એક ચાઇનીઝ ગ્રેનેડ અને એકે-47 રાઇફલની 11 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. બશીર અહમદ, આતંકવાદીઓનો સાથી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ