કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ
મોડાસા, 27 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના મોવતપુરા સરકારી માધ્યમિક શાળા ખાતે એપીસીસીએફ, સોશિયલ ફોરેસ્ટ્રી આઈએફએસ ડૉ.એ.પી.સિંગની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે આઈએફએસ ડૉ.એ.પી.સિંગે
Girls' Education and Inauguration Program


મોડાસા, 27 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના મોવતપુરા સરકારી માધ્યમિક શાળા ખાતે એપીસીસીએફ, સોશિયલ ફોરેસ્ટ્રી આઈએફએસ ડૉ.એ.પી.સિંગની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે આઈએફએસ ડૉ.એ.પી.સિંગે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આઈએફએસ શ્રી ડૉ.એ.પી.સિંગે બાલવાટિકાના 12, આંગણવાડીના 8 તેમજ ધોરણ -9 માં 22 વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.

આ કાર્યક્રમનું દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય, એસીએફ વૈભવ હારેજા, શાળા ઓ સ્ટાફ, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande