પોરબંદર જીલ્લામાં આગામી માસમાં જોબફેરમાં યોજાશે
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા જીલ્‍લાના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી આગામી માસમાં જોબફેરનું આયોજન
પોરબંદર જીલ્લામાં આગામી માસમાં જોબફેરમાં યોજાશે


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા જીલ્‍લાના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી આગામી માસમાં જોબફેરનું આયોજન કરવામા આવ્યુ છે.

આ ભરતી મેળામાં પોરબંદર જીલ્‍લાના નોકરીદાતાઓને તેમની સંસ્થા, એકમ તેમજ કંપનીમાં કુશળ માનવબળની જરૂરિયાત હોય અને ભાગ લેવા ઇચ્છતા હોય, તો જિલ્લા રોજગાર કચેરી, પોરબંદરના ઇ–મેઈલ આઈ.ડી dee-por@gujarat.gov.in તેમજ કચેરીના સંપર્ક નંબર 0286-2222041 પર કોલ કરી વધુ વિગતો મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande