મનાલી ભવદિપ દવે - વર્ષ 2025માં, બીજું ગ્રુપ આર્ટ શો સફળતાપૂર્વક હાંસલ કર્યું
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : ગાંધીનગરની કળાકાર મનાલી ભવદિપ દવેે માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યો છે. ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ અસોસિએશન દ્વારા આયોજિત આ વર્ષનું તેમનું બીજું ગ્રુપ શો અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ અહીં અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાય
મનાલી દવે


ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : ગાંધીનગરની કળાકાર મનાલી ભવદિપ દવેે માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યો છે. ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ અસોસિએશન દ્વારા આયોજિત આ વર્ષનું તેમનું બીજું ગ્રુપ શો અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ અહીં અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું છે. આ પ્રદર્શન 29મી જૂન, 2025 સુધી માટે ખુલ્લું રહેશે. પ્રદર્શન સમય: સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી છે.

મનાલી દવે 15 કરતાં વધુ દેશોમાંથી વિદ્યાર્થીઓને ઓનલાઈન આર્ટ ક્લાસ આપી રહી છે. તેઓએ એમ્બોસ પેઇન્ટિંગ અને ટેક્સચર્ડ કેનવાસ પેઇન્ટિંગ માટે વિશેષ ઓળખ બનાવી છે. તેમની કૃતિઓમાં નવીનતાને કલાત્મક અભિવ્યક્તિ સાથે ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande