સુરત, 27 જૂન (હિ.સ.)- સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી વિજય નગર-2ની દેનાકુંજ એપાર્ટમેન્ટમાં આવેલા G+3 માળના રહેણાંક બિલ્ડિંગના પ્રથમ માળનો સ્લેબ રાત્રે અચાનક તૂટી પડ્યો. ઘટના સમયે અંદર 13 લોકો ફસાઈ ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. ડભોલી અને મુગલીસરા સ્ટેશનોની ટીમોએ લેડર વડે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે