પોરબંદર, 27 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે આજે મંડેર ગામની મંડેર પે સેન્ટર શાળા ખાતેથી ઉમળકાભેર બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત પ્રમુખએ ઉપસ્થિતિમાં નવા પ્રવેશપાત્ર બાળકોને ઉમળકાભેર આવકારી , આંગણવાડીમાં 14 બાળકો,બાલવાટિકા 31 તેમજ ધોરણ- 1 માં 30 બાળકોને પ્રવેશ આપવામા આવ્યો હતો.અને પ્રવેશોત્સવમાં વિવિધ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યાં હતાં. અને કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એસ.એમ.સી કમિટી સાથે શાળાના કાર્યો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, તાલુકા પંચાયતના સભ્ય,સહિતના અગ્રણીઓ અને શિક્ષકો,વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya