વિરમગામના નાનીથોરી અને કમિજડા ગામના ખેડૂતો માટે, પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : વિરમગામ તાલુકામાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિરમગામ તાલુકાના નાનીથોરી અને કમિજડા ગામના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્ર
પ્રાકૃતિક ખેતીની તાલીમ


પ્રાકૃતિક ખેતીની તાલીમ


ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : વિરમગામ તાલુકામાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિરમગામ તાલુકાના નાનીથોરી અને કમિજડા ગામના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામભાઈ વાઘેલાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું અને રાસાયણિક ખેતીથી થતાં નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવોની રજૂઆત સાથે કાશીરામભાઈએ કિચન ગાર્ડનની પણ વિસ્તૃત સમજ આપી હતી.

દરેક ખેડૂત પોતાના ખેતરમાં, વાડીમાં કે ઘર આંગણે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડીને તેનો નિયમિત ઉપયોગ કરવાની સાથે નિયમિત રીતે પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી ખેડૂતોને ચોમાસામાં થતાં 16 પ્રકારના વિવિધ શાકભાજીના બિયારણની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ખેડૂત પોતાના ખેતરના એકથી બે વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે તેવો અનુરોધ આ તાલીમમાં કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande