વલસાડ જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ મળી
વલસાડ, 27 જૂન (હિ.સ.)- વલસાડ મેડિકલ કોલેજના કેમ્પસમાં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટિંગ કમિટીના ચેરપર્સન પૂર્વીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મીટિંગમાં ગત તા. 21/
વલસાડ જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ મળી


વલસાડ, 27 જૂન (હિ.સ.)- વલસાડ મેડિકલ કોલેજના કેમ્પસમાં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટિંગ કમિટીના ચેરપર્સન પૂર્વીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ મીટિંગમાં ગત તા. 21/05/2025ના રોજ મળેલી મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. આ સિવાય રીન્યુઅલ રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફીની નાણાકીય સમીક્ષા અને વર્ષ 2024-25ના ક્રોસ વેરીફિકેશન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી.

આ મીટિંગમાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘ, ગાયનેકોલોજિસ્ટ ડો. તરૂણ રાઠોડ, પિડિયાટ્રીશીયન, જી.એમ.આર.એસ. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજીસ્ટ, તેમજ સરકારી વકીલ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પીસી એન્ડ પીએનડીટીના પ્રોગામ આસિસ્ટન્ટ પાર્થસિંહ રાવરાણા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande