ઉમરગામના ખતલવાડામાં મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન શિબિર યોજાઈ
વલસાડ, 27 જૂન (હિ.સ.)- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ખાતે ગાયત્રી શક્તિપીઠ મંદિરના હૉલમાં મહિલાઓની ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વ
Valsad


વલસાડ, 27 જૂન (હિ.સ.)- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ખાતે ગાયત્રી શક્તિપીઠ મંદિરના હૉલમાં મહિલાઓની ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન આર દેસાઇ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેએ ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત વિગતવાર માહિતી આપી વિવિધ પ્રકારની હિંસા વિશે સમજણ આપી હતી. ઉમરગામના વકીલ હેતલ નાયકે મહિલાઓના કાયદાઓની વિગતવાર માહિતી આપી હતી. “સખી” વન સ્ટોપ સેન્ટર વલસાડના કાઉન્સિલર સુલોચના ગામિત દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરીનો પરીચય આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના કાઉન્સેલર નેહા પટેલ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેસેન્જર બેગ અને યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ, ગામના સભ્યઓ , ગામના ભાઈઓ અને મહિલાઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વાપી સ્ટાફ, સખી” વન સ્ટોપ સેન્ટર વલસાડના કર્મચારીઓ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર - ઉમરગામના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande