માઈન્સ સુપરવાઇઝર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા, 02 વાહનો મળી આશરે કુલ 60 લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર, 3 જૂન (હિ.સ.) : કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન
મુદ્દામાલ જપ્ત


મુદ્દામાલ જપ્ત


ગાંધીનગર, 3 જૂન (હિ.સ.) : કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે, ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝર નવ્યા દ્વારા તા. 02/06/2025 ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનો આકસ્મિક રોડ ચેકિંગની કામગીરી દરમ્યાન બિનઅધિકૃત સાદી રેતી ખનીજના વહન અન્વયે 01 ડમ્પર રોયલ્ટી પાસ વગર તથા 01 ડમ્પર ઓવરલોડ વહન કરતા કુલ 02 ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે.

જેમાં નવા, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- JH-07-M-8551 માં બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી, વહન કરતા પકડવામાં આવેલા છે. તથા પીપળજ, તા., જિ. ગાંધીનગર પાસેના પીપળજ ચેકપોસ્ટ ખાતેથી વાહન ડમ્પર નં- GJ-17-UU-7941 માં બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ સાદી રેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. જેને જપ્ત કરી પીપળજ ચેકપોસ્ટ ખાતે સીઝ કરી મુકવામાં આવેલ.

આમ 02 વાહનો મળીઆશરે કુલ 60 લાખ ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande