દક્ષિણ કોરિયા આજે તેના આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરશે, મતદાન શરૂ
સિયોલ, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). દક્ષિણ કોરિયાના લોકો, આજે તેમના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મતદાન મંગળવારે સવારે 6 વાગ્યે દેશભરના 14,295 મતદાન મથકો પર શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદ
દક્ષીણ કોરિયામાં રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મતદાન


સિયોલ, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). દક્ષિણ કોરિયાના લોકો, આજે તેમના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મતદાન મંગળવારે સવારે 6 વાગ્યે દેશભરના 14,295 મતદાન મથકો પર શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદલ, એપ્રિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલ ને પદ પરથી દૂર કર્યાના 60 દિવસ પછી આ પેટાચૂંટણી થઈ રહી છે.

કોરિયા ટાઇમ્સ અખબાર અનુસાર, વિજેતા ઉમેદવાર બુધવારે પદ સંભાળશે. નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ જૂન 2030 સુધી ચાલશે. મતદાન રાત્રે 8 વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ લગભગ 30 મિનિટ પછી, 254 કેન્દ્રો પર મત ગણતરી શરૂ થશે. મધ્યરાત્રિ પછી પરિણામ અપેક્ષિત છે. આંતરિક અને સુરક્ષા મંત્રાલય અનુસાર, પાત્ર મતદારોની સંખ્યા લગભગ 44.39 મિલિયન છે.

ચૂંટણી પહેલા ગુરુવાર અને શુક્રવારે યોજાયેલી પ્રારંભિક મતદાનમાં, ઉદારવાદી ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોરિયાના ઉમેદવાર લી જે-મ્યાંગે લગભગ 49 ટકા મત મેળવ્યા છે. રૂઢિચુસ્ત પીપલ પાવર પાર્ટીના ઉમેદવાર કિમ મૂન-સૂ, તેમના નજીકના હરીફ છે. પ્રારંભિક મતદાનમાં લગભગ 15.42 મિલિયન મતદારોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande