પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના ગોઢાણીયા કોલેજ માર્ગ ઉપર આજે સવારે એક બાઈક ચાલક થાંભલા સાથે અથડાયો હતો થાંભલા સાથે અથડાયા બાદ બાઈકને નુકસાન થઈ હતી તેમજ બાઈક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી સ્થાનિક હાજર લોકોએ તાત્કાલિક 108 ને ફોન કરી વ્યક્તિને સારવાર માટે સર્જરી હોસ્પિટલ પહોંચાડયો હતો.
પોરબંદરના ગોઢાણીયા કોલેજ માર્ગ ઉપર દરરોજ બેફામ રીતે વાહન ચાલકો વાહન હંકાળી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે આજે સવારે 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન એક બાઈક ચાલક ખુલ્લા હાથ રાખી જઈ રહ્યો હતો અને ઓચિંતો તે બાઈક સાથે અથડાતા તેને બાઈક પર સીનસપાટા કરવા ભારે પડયા છે આ વ્યક્તિ થાંભલા સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો તેમ જ બાઈકને પણ નુકસાની પહોંચતી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને 108ને કોલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ 108 દ્વારા વ્યક્તિને સારવાર માટે સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya