ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) ડોળાસા નજીક રાણ વસી પ્રાથમિક શાળામાં 14 વર્ષથી ફરજ બજાવતા ઇન્દુબેન કે ભાલિયાના માતુ શ્રી સ્વ સંધ્યાબેન કાળુભાઈ ભાલીયાની 19મી પુણ્યતિથિ ઉજવણીના ભાગરૂપે શાળાને અને શાળાના બાળકોને કાયમ માટે યાદ રહે તે માટે દર વર્ષેની જેમ, આ વર્ષે પણ ભેટ આપીને ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આ વર્ષે શાળાના બાળકો અભ્યાસથી સાથે સંગીતની દુનિયા તરફ દાખલ થાય તે માટે તબલાની આખી કીટ ભેટ રૂપે આપી હતી. તેમજ નવા પ્રવેશ પામેલા બાલ વાટિકાના બાળકોનું બ્લડ ગ્રુપ શાળા કક્ષાએ ચેક કરી આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ