કાઉન્સિલ બ્લફ્સ (આયોવા), નવી દિલ્હી,30 જૂન (હિ.સ.)
ભારતના યુવા શટલર આયુષ શેટ્ટીએ રવિવારે યુએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, શાનદાર
પ્રદર્શન કરીને પોતાના કરિયરનો પહેલો બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ટાઇટલ
જીત્યો. ફાઇનલ મેચમાં તેણે કેનેડાના બ્રાયન યાંગને સીધી ગેમમાં 21-18, 21-13થી હરાવ્યો.
20 વર્ષીય આયુષ, જે હાલમાં વિશ્વ
રેન્કિંગમાં 34મા ક્રમે છે.આ સિઝનમાં બીડબ્લ્યુએફ
વર્લ્ડ ટૂર પર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. આ સાથે, તેણે વિદેશમાં
પુરુષોના સિંગલ્સ ટાઇટલ જીતવા માટે ભારતની 2 વર્ષની રાહનો પણ અંત લાવ્યો. છેલ્લી વખત લક્ષ્ય સેને 2023માં કેનેડા ઓપન
જીત્યું હતું.
ટાઇટલ જીતવાની સફર-
યુએસ ઓપનમાં આયુષની સફર શાનદાર રહી. તેણે પહેલા રાઉન્ડમાં
ડેનમાર્કના મેગ્નસ જોહાનસેનને 21-17, 21-19 થી હરાવ્યો. બીજા રાઉન્ડમાં, તેણે તેના જ દેશબંધુ થરૂન મન્નેપલ્લીને 21-12, 13-21, 21-15 થી હરાવ્યો.
ક્વાર્ટર ફાઇનલમાં, તેણે વિશ્વના 70 નંબરના કુઓ કુઆન
લિનને 22-20, 21-9 થી હરાવ્યો.
આયુષને સેમિફાઇનલમાં, સૌથી મોટો પડકાર મળ્યો. જ્યારે તેનો
સામનો વિશ્વના 6 નંબરના અને
ટોચના ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેના ચૌઉ તિએન ચેન સાથે થયો. પોતાની પાછલી હારનો બદલો
લેતા, આયુષે જોરદાર
વાપસી કરી અને 21-23,
21-15, 21-14 થી મેચ જીતી લીધી.
તન્વી શર્માએ ઇતિહાસ રચ્યો, સૌથી નાની ઉંમરની ફાઇનલિસ્ટ બની-
મહિલા સિંગલ્સમાં, ભારતની 16 વર્ષીય તન્વી શર્માએ પણ, શાનદાર પ્રદર્શન કર્યું અને
ફાઇનલમાં પ્રવેશ કર્યો, જોકે તે ટાઇટલ
જીતવાથી ચૂકી ગઈ. ફાઇનલમાં,
તેણીનો સામનો
ટોચના ક્રમાંકિત અને વિશ્વ ક્રમાંકિત 21 યુએસએની બેઇવેન ઝાંગ સામે થયો, જ્યાં તેણી 21-11, 16-21, 21-10 થી હારી ગઈ.
જોકે, તન્વીએ ઇતિહાસ રચ્યો કારણ કે તે બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂરની
કોઈપણ ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની. વિશ્વ રેન્કિંગમાં 66મા ક્રમાંકિત, તન્વીએ પહેલા
રાઉન્ડમાં બીજા ક્રમાંકિત વિયેતનામી ખેલાડી ન્ગ્યુએન થુય લિન્હને 21-19, 21-9 થી હરાવીને,
હંગામો મચાવ્યો. ત્યારબાદ તેણીએ ભૂતપૂર્વ જુનિયર વિશ્વ ચેમ્પિયન થાઇલેન્ડની
પિચામોન ઓપટનિપુથને 21-18,
21-16 થી હરાવી.
ક્વાર્ટર ફાઇનલમાં, તેણીએ મલેશિયાની કરુપથેવન લેટશાનાને 21-13, 21-6 થી હરાવી. તેણીએ
સેમિફાઇનલમાં સાતમા ક્રમાંકિત યુક્રેનની પોલિના બુહરોવાને 21-14, 21-16 થી હરાવીને,
ફાઇનલમાં પ્રવેશ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ