ઉભરતી બેડમિન્ટન સ્ટાર તન્વી શર્માએ, આઈઓએસ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સાથે કરાર કર્યો
- 16 વર્ષીય શટલરના નામે ઘણા આંતરરાષ્ટ્રીય મેડલ છે, ભવિષ્યમાં તેને મોટી આશાઓ છે નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી તન્વી શર્માએ હવે સત્તાવાર રીતે આઈઓએસ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સાથે એક વિશિષ્ટ કરાર પર
તન્વી


- 16 વર્ષીય શટલરના

નામે ઘણા આંતરરાષ્ટ્રીય મેડલ છે, ભવિષ્યમાં તેને મોટી આશાઓ છે

નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી તન્વી શર્માએ

હવે સત્તાવાર રીતે આઈઓએસ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સાથે એક વિશિષ્ટ કરાર પર

હસ્તાક્ષર કર્યા છે. પંજાબના હોશિયારપુરની 16 વર્ષીય તન્વી દેશની સૌથી આશાસ્પદ

શટલરોમાંની એક છે અને ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને પોતાને સાબિત કરી

ચૂકી છે. તાજેતરમાં, તેણીએ સુપર ૩૦૦

યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચીને વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો.

તન્વી ગર્લ્સ/મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં રમે છે અને નાની

ઉંમરે એશિયન સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. તેની મુખ્ય સિદ્ધિઓમાં 2૦23 એશિયા

યુથ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, 2૦24 એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને 2૦24 સિનિયર

નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે - જે આ ઉંમરે સિનિયર ખેલાડીઓમાં

જીતવા માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

આઈઓએસસ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટના સીઓઓ રાહુલ ત્રેહાને

જણાવ્યું હતું કે, “અમે તન્વી

શર્માનું આઈઓએસ પરિવારમાં સ્વાગત

કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. નાની ઉંમરે તેના શાનદાર પ્રદર્શન, સમર્પણ અને સખત

મહેનતે અમને ખૂબ પ્રભાવિત કર્યા છે. અમને વિશ્વાસ છે કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે

ભારતને ગૌરવ અપાવશે અને અમે તેની સફરમાં દરેક પગલા પર તેની સાથે રહીશું.”

આ ભાગીદારી તન્વીને તેની રમતને વધુ નિખારવામાં અને

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે. આઈઓએસનો

ઉદ્દેશ્ય તેણીને તેની રમત અને કારકિર્દીને યોગ્ય દિશા આપવાનો તેમજ તેણીને વૈશ્વિક

મંચ માટે તૈયાર કરવાનો છે.

તન્વી શર્મા વિશે: ઉંમર: 16 વર્ષ રમતગમત: બેડમિન્ટન

ઇવેન્ટ:

છોકરીઓ/મહિલા સિંગલ્સ તાલીમ કેન્દ્ર: હોશિયારપુર (પંજાબ)

મુખ્ય સિદ્ધિઓ:

- સિલ્વર મેડલ - બેડમિન્ટન એશિયા યુથ

ચેમ્પિયનશિપ 2023 ગોલ્ડ મેડલ -

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 સિલ્વર મેડલ - સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2023 ફાઇનલિસ્ટ -

સુપર 300 યુએસ ઓપન 2025.

તન્વી હવે ખાસ ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગઈ છે, જેનું સંચાલન

ફક્ત આઈઓએસ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ યાદીમાં

વિજેન્દર સિંહ, અંજુ બોબી

જ્યોર્જ, મીરાબાઈ ચાનુ, લવલીના બોરગોહેન, મનપ્રીત સિંહ, અમન સેહરાવત અને

મણિકા બત્રા જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande