-નીરજ ચોપડા ક્લાસિક હવે 5 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે
બેંગલુરુ, નવી દિલ્હી,૦1 જુલાઈ (હિ.સ.)
ભારતીય ભાલા ફેંકનાર કિશોર જેના પગની ઘૂંટીમાં ઈજાને કારણે, નીરજ ચોપડા ક્લાસિક 2025 માંથી બહાર થઈ
ગયો છે. હવે તેના સ્થાને યશવીર સિંહનો સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આયોજકોએ સોમવારે આ માહિતી આપી.
કિશોર જેના ગયા વર્ષે, હાંગઝો એશિયન ગેમ્સમાં નીરજ ચોપડા
પછી બીજા સ્થાને રહ્યો હતો,
જ્યાં તેણે
કારકિર્દીનો શ્રેષ્ઠ 87.54 મીટર ફેંક્યો
હતો. તે પ્રથમ પાંચ ભારતીય સહભાગીઓમાંનો એક હતો.જેમાં સચિન યાદવ, રોહિત યાદવ અને
સાહિલ સિલવાલનો પણ સમાવેશ થતો હતો.
જેનાની ગેરહાજરીમાં, યશવીર સિંહને હવે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. યશવીર
હાલમાં પુરુષોના ભાલા ફેંક રેન્કિંગમાં 41મા ક્રમે છે અને 2025 એશિયન ચેમ્પિયનશિપ (ગુમી, કોરિયા)માં તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 82.57 મીટર હતું.
નીરજ ચોપડા ક્લાસિકને, ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલા
ફેંક સ્પર્ધા તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. આ સ્પર્ધા નીરજ ચોપડા, જેએસડબ્લ્યુસ્પોર્ટ્સ, એથ્લેટિક્સ
ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ)
અને વર્લ્ડ
એથ્લેટિક્સ (ડબ્લ્યુએ) ના સહયોગથી
આયોજિત કરવામાં આવી રહી છે. આ ભારતમાં આયોજિત અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તરની
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ઇવેન્ટ હશે.
નીરજ ચોપડાની સાથે, વિશ્વના ઘણા ટોચના ભાલા ફેંક રમતવીરો પણ આ સ્પર્ધામાં ભાગ
લેશે.જેમાં ગ્રેનાડાના
એન્ડરસન પીટર્સ, જર્મનીના બે
વખતના વિશ્વ ચેમ્પિયન થોમસ રોહલર અને કેન્યાના રિયો 2016 ઓલિમ્પિક સુવર્ણ
ચંદ્રક વિજેતા જુલિયસ યેગોનો સમાવેશ થાય છે.
પહેલા આ સ્પર્ધા 24 મેના રોજ યોજાવાની હતી, પરંતુ સુરક્ષા કારણોસર તેની તારીખ બદલીને હવે 5 જુલાઈ કરવામાં
આવી છે. આ મેચ બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ