-ચંડીગઢ-મનાલી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ
શિમલા, નવી દિલ્હી,01 જુલાઈ (હિ.સ.)
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદથી તબાહી મચી ગઈ છે. ગઈકાલે રાત્રે મંડી જિલ્લામાં
ઘણી જગ્યાએ વાદળ ફાટવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કરસોગ સબડિવિઝનમાં એક
વ્યક્તિનું મોત થયું છે. મૃતક 45 વર્ષનો છે, જ્યારે બે અન્ય લોકો ગુમ છે. કરસોગના ડીએસપીએ આ
વાતની પુષ્ટિ કરી છે. મંડી જિલ્લાના ગોહરના સ્યાંજ ગામમાં, નાળામાં આવેલા પૂરમાં
નવ લોકો ગુમ છે. માતા અને પુત્રીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ અન્યની શોધ
ચાલુ છે.
મંડી જિલ્લામાં ઘણી જગ્યાએ, વિનાશ જોવા મળી રહ્યો છે. પંડોહ
બજારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળોએ
લઈ જવામાં આવ્યા હતા. બાખલી અને કુકલાહના પુલ તૂટી ગયા છે અને ચંડીગઢ-મનાલી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ છે. પટીકરી પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન
થયું છે. નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યું છે. પંડોહ ડેમનું પાણીનું સ્તર 2922 ફૂટ પર પહોંચી
ગયું છે જે 2941 ફૂટના ભયજનક
નિશાનની નજીક છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, બિયાસ નદીમાં 1.5 લાખ ક્યુસેકથી વધુ પાણી
છોડવામાં આવી રહ્યું છે. મંડી શહેરના પંચવક્ત્ર મંદિર સુધી પાણી પહોંચી ગયું છે.
હમીરપુરના સુજાનપુરના ખેરી ગામમાં, ફસાયેલા લોકોને બચાવી
લેવા રેસ્ક્યુ
હમીરપુર જિલ્લાના સુજાનપુર સબડિવિઝનના ખેરી ગામમાં, બ્યાસ
નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, 20 થી વધુ લોકો ફસાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર
અને પોલીસ ટીમોએ જવાબદારી સંભાળી લીધી છે. જંગલબેરીથી પોલીસ બટાલિયન સ્થળ પર તૈનાત
છે.
ત્રણ જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા-
સતત વરસાદ અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને, મંડી, કાંગડા અને
હમીરપુર જિલ્લામાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. કાંગડા, મંડી અને
હમીરપુરના ડેપ્યુટી કમિશનરોએ લોકોને સલામત સ્થળોએ રહેવા, નદીઓ અને નાળાઓથી
દૂર રહેવા અને વહીવટી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ચંબા, મંડી, હમીરપુર, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં પૂર માટે યલો એલર્ટ જારી કર્યું
છે. રાજ્યમાં 6 જુલાઈ સુધી ભારે
વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
44 લોકોના મોત, 75 કરોડ રૂપિયાનું નુકસાન
રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર અનુસાર, 20 થી 30 જૂન દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં 44 લોકોએ જીવ ગુમાવ્યા છે, 83 લોકો ઘાયલ થયા છે અને 5 લોકો હજુ પણ ગુમ છે. સોમવાર સાંજ સુધી, રાજ્યભરમાં 259 રસ્તાઓ બંધ થઈ
ગયા હતા, 614 ટ્રાન્સફોર્મર
કામ કરવાનું બંધ કરી દીધું હતું અને 130 પીવાના પાણીની યોજનાઓ, ખોરવાઈ ગઈ હતી. અત્યાર સુધીમાં
રાજ્યને 75 કરોડ રૂપિયાથી
વધુનું નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ