પોરબંદરમાં પ્રૌઢને વ્યાજખોરનો ત્રાસ
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાજીવનગર વિસ્તારના એક પ્રૌઢે છ લાખ જેવી રકમ વ્યાજે લીધી હતી વ્યાજ ચુકવી દીધુ હોવા છતા વ્યાજખોર પાઠણી ઉઘરાણી કરી ધાકધમકી આપતો હોવાથી તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતા અને નિવ
પોરબંદરમાં પ્રૌઢને વ્યાજખોરનો ત્રાસ


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાજીવનગર વિસ્તારના એક પ્રૌઢે છ લાખ જેવી રકમ વ્યાજે લીધી હતી વ્યાજ ચુકવી દીધુ હોવા છતા વ્યાજખોર પાઠણી ઉઘરાણી કરી ધાકધમકી આપતો હોવાથી તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા બિપીનભાઇ લાલજીભાઈ ચંદારાણા નામના પૌઢે નાંણાની જરૂરીયતા હોવાથી તેમણે વિજય ડાયાલાલ શિંગળા પાસેથી પ્રથમ ચાર લાખ જેવી રકમ ત્રણ ટકાના વ્યાજે લીધી હતી અને વ્યાજ સહિત રૂ.4,48000 જેવી રકમ ચુકવી દીધી હતી બીજી વખત રૂ.છ લાખની રકમ ત્રણ ટકા વ્યાજ પર લીધી હતી રૂ.3,60,000 જેવી રકમ ચુકવી દીધી હોવા છતા વ્યાજખોર વિજય શિંગાળા અવારનવાર પઠાણી ઉઘરાણી ઘમકી આપતો હોવાથી તેમની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande