નવસારીમાં 'સિંદુર વન'નો આરંભ: સી.આર. પાટીલના હસ્તે વૃક્ષારોપણ
નવસારી , 13 જુલાઈ (હિ.સ.)-એક પેડ – માં કે નામ અભિયાન 2.0 હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલા પર્યાવરણીય પ્રોજેક્ટ ''સિંદુર વન''નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવો હરિયાળો કોન્સેપ્ટ કામેલા રોડ સ્થિત વર્કશોપ કેમ્પસમાં, કરિશ્મા
Navsari


નવસારી , 13 જુલાઈ (હિ.સ.)-એક પેડ – માં કે નામ અભિયાન 2.0 હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલા પર્યાવરણીય પ્રોજેક્ટ 'સિંદુર વન'નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવો હરિયાળો કોન્સેપ્ટ કામેલા રોડ સ્થિત વર્કશોપ કેમ્પસમાં, કરિશ્મા ગાર્ડન સામે સર્જાયો છે.

આ ઉજવણીમાં કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને સિંદુર વનનું ઉદ્ઘાટન કર્યો. સાથે સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવવાના સંદેશને આગળ વધાર્યો.

આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ

જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે

મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી

જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા

જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

અધિકારીઓના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સંકલ્પ લેવાયો કે દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે.

મહાનગરપાલિકા દ્વારા “સિન્દૂર વન” જેવી પહેલો દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને every citizen participation વધારવાનો ઉદ્દેશ છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક સંપત્તિની સંરક્ષણ અને સંવર્ધન માટે નમૂનારૂપ કામગીરી ગણવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande