જાગરણના તહેવારો નિમિત્તે રાત્રે બાગ બગીચા ખુલ્લા રાખવા જેસીઆઈ મહિલા ટીમની માંગ
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં જયા પાર્વતીનું જાગરણ છે અને ત્યારબાદ આવનારા અન્ય જાગરણના સમયમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓની સુવિધા માટે રાત્રિના સમયે અસ્માવતી રિવરફ્રન્ટ સહિત કમલાબાગ અને રૂપાળી બાગ તેમજ શહેર મધ્યમાં આવેલ મહારાણા નટવરસિંહજ
જાગરણના તહેવારો નિમિત્તે રાત્રે બાગ બગીચા ખુલ્લા રાખવા જેસીઆઈ મહિલા ટીમની માંગ


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં જયા પાર્વતીનું જાગરણ છે અને ત્યારબાદ આવનારા અન્ય જાગરણના સમયમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓની સુવિધા માટે રાત્રિના સમયે અસ્માવતી રિવરફ્રન્ટ સહિત કમલાબાગ અને રૂપાળી બાગ તેમજ શહેર મધ્યમાં આવેલ મહારાણા નટવરસિંહજી ઉદ્યાન રાત્રીના મોડે સુધી ખુલ્લા રાખવા તંત્ર સમક્ષ જેસીઆઈ પોરબંદરની મહિલા ટીમ દ્વારા માંગણી કરવામાં આવી છે.

હિન્દુઓના પવિત્ર તહેવારો શરૂ થઈ ગયા છે જેમાં વિશાળ સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ આજે શનિવારે જયા પાર્વતીનું જાગરણનું વ્રત કરી રહી છે. તે ઉપરાંત નજીકના દિવસોમાં જ દિવાસાનું જાગરણ પણ આવવાનું છે.

આ ઉપરાંત બાળાઓ ફૂલ કાજળીનું જાગરણ પણ રહે છે. તેથી જાગરણના આ તહેવારો દરમિયાન પોરબંદરમાં ચોપાટી એ એકમાત્ર એવું સ્થળ છે કે જે રાત્રિના સમયે ખુલ્લું હોય છે અને લોકો ત્યાં જતા હોય છે. તેથી જો પોરબંદરમાં અસ્માવતી રિવરફ્રન્ટ, મહારાણા નટવરસિંહજી ઉદ્યાન, કમલાબાગ અને રૂપાળી બાગ સહિતના બાગ બગીચાઓને પણ તંત્ર દ્વારા રાત્રીના સમયે ખુલ્લા રાખવામાં આવે તો બહેનો તેનો લાભ લઈ શકે તેમ છે.

બધા લોકો ચોપાટી એ જઈ શકે તેમ ન હોય તેથી તેમના ઘર નજીકના વિસ્તારમાં બાગ બગીચા આવેલા હોવાથી તેને ખુલ્લા રાખવામાં આવે તો તેનો લાભ લઈ શકે અને જાગરણને સારી રીતે ઉજવી શકશે આ સમય દરમિયાન આ તમામ સ્થળોએ રાત્રી પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવવા માટે યોગ્ય કરવા જેસીઆઈ મહિલા ટીમના પ્રમુખ એકતા દાસાણીએ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande