જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં
ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.આ વરસાદ કારણે જિલ્લામાં વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને હતુ નુકશાન પૂર્વવત કરવા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સત
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી


ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.આ વરસાદ કારણે જિલ્લામાં વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને હતુ નુકશાન પૂર્વવત કરવા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાય ધરવામાં આવી છે. આ માટે જુનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઈજનેરની નિગરાની હેઠળની ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમના દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી રહી છે.

માર્ગ સુધારણાના કાર્યને ઝડપી બનાવવા અહીં વિવિધ મશીનરી અને માનવબળ કામે લગાડાયુ છે. આ ટીમ કટોકટીની કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સંપુર્ણ સજજ છે. જેમની કામગીરીનુ નાયબ કાર્યપાલક ઈજનેર સહિત કાર્યપાલક ઇજનેર દ્વારા પણ સ્વયં સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂન-૨૦૨૫થી જિલ્લાના અસરગ્રસ્ત તમામ રસ્તાઓ પર સમારકામ શરૂ કરી દેવામા આવ્યુ છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવેલી માર્ગ સુધારવા અને સમારકામની આ કામગીરીથી જિલ્લાના માર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો અને પર્યટકોને સુરક્ષિત, સરળ અને સુગમ મુસાફરીનો અનુભવ થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande