મોરબી પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પોરબંદર પોલીસ
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) મોરબી જિલ્લાના માળીયા પો.સ્ટે વિસ્તારમાં પશુઆહારના કટ્ટાઓની આડમાંથી પોલીસે ભારતીય બનાવટના રૂા.92,69,100/- ની વિદેશી દારૂની બોટલો નં.7213 ઝડપી પાડી હતી જે બાબતે મોરબીના માળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાનો પકડવા
મોરબી પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પોરબંદર પોલીસ.


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) મોરબી જિલ્લાના માળીયા પો.સ્ટે વિસ્તારમાં પશુઆહારના કટ્ટાઓની આડમાંથી પોલીસે ભારતીય બનાવટના રૂા.92,69,100/- ની વિદેશી દારૂની બોટલો નં.7213 ઝડપી પાડી હતી જે બાબતે મોરબીના માળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાનો પકડવાનો બાકી આરોપી રાજુ આલાભાઇ કોડીયાતર કોલીખડા ગામ થી બખરલા ગામ જતા દ્રારકા હાઈવેના બ્રીજ પાસે હોવાની માહિતી મળતા પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે સોંપી માળીયા મિયાણા પો.સ્ટે. જાણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ આર.કે કાબરીયા તથા એ.એસ.આઈ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ ગોવિંદભાઈ દયાતર, મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા હેડ કોન્સ.ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન એ.એસ.આઈ. રૂપલબેન લખધીર તથા વુમન હેડ કોન્સ. નાથીબેન કુછડીયા તથા કોન્સ.નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. કોન્સ. ગોવિંદભાઈ માળીયા વિગેરે રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande