પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) ; પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનુ ખાસ મહત્વ રહેલુ છે. ત્યારે પોરબંદરના ઇતિહાસમા સૌ પ્રથમ વખત મુખ્યમંત્રીના હસ્તે જન્માષ્ટીનો લોકો મેળો ખુલ્લો મુકવામા આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.
આ વર્ષે સ્વતંત્રય પર્વની નજીક જ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. સરકાર દ્રારા આ વર્ષે રાજયકક્ષાની સ્વતંત્રય પર્વની ઉજવણી પોરબંદર ખાતે કરવાનુ આયોજન કરવામા આવ્યુ છે તેને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર ખાતે ઉપસ્થિત રહેવાના હોવાથી તેમના હસ્તે તા.15 મી ઓગસ્ટના દિવસે પોરબંદરના જન્માષ્ટીના લોકો મેળાનો પ્રારંભ કરવામા આવે તેવી ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદર મનપા દ્રારા પાંચ દિવસના લોકો મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. પોરબંદર દેશ ભકિતના રંગાશે તેમજ કૃષ્ણજન્મોત્સવને લઈ પણ ભકિતમય બની જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya