પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : ગંભીરા પુલની ઘટના બાદ જર્જરીત પુલ તાત્કાલિ બંધ કરવામા આવી રહ્યા છે. પોરબંદરથી સુભાષનગર તરરફના રસ્તા પર આવેલો દેગ પુલ ગઇકાલે શુક્રવારે એકાએક બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો માછીમારોની રજુઆત બાદ ગઇકાલ સાંજથી બાઇક માટે આ પુલ કાર્યરત કરવામા આવ્યો હતો આજે શનિવારે સવારના સમયે માછીમાર બોટ એશોના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના આગેવાનો અને માછીમારો મોટી સંખ્યામાં લકડી બંદર ખાતે એકત્રીત થયા હતા અને પુલ કાર્યરત કરવાની માંગ કરી હતી બોટ એસોના પ્રમુખ મુકેશભાઈ પાંજરીના જણાવ્યા અનુસાર વર્ષ 2021મા પુલના સમારકામ માટે નોટીફિકેશન આપવામાં આવ્યુ હતુ તે સમયે આ પુલનુ સમારકામ કરવામા આવ્યુ નહિ અને ગઇકાલે એકાએક પુલ બંધ કરી દેવામાં આવ્યો જેના કારણે માછીમારોની મુશ્કેલી વધી છે. પુલ બંધ થવાના કારણે પાંચથી સાત કિમીનો ફેરો થતો હોવાથી માછીમારોને આર્થિક ભારણ વધી રહ્યુ છે. પુલ બંધ કરવામા આવતા માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો.
આ મુદે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને રજુઆત કરતા તેમણે વહીવટી તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ લકડીબંદરનો પુલ બાઇક, રીક્ષા અને ફોર વ્હિલ માટે ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે. જેને પગલે માછીમારોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનો આભાર વ્યકત કર્યો હતો પુલના મુદે પોરબંદર ખારવા સમાજના પૂર્વ વાણોટ અને પાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલે પણ પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવિયાને ટેલીફોનીક રજુઆત કરી અને તેમણે પણ સકારાત્મક પ્રત્યુતર આપ્યો હતો પોરબંદર માછીમાર બોટ એશોના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ એવુ જણાવ્યુ હતુ જયુબેલીના જુના પુલની બાજુમા જે રીતે નવો પુલ બનાવામાં આવ્યો તેમ લકડીબંદરના હાલની પુલની બાજુમા વ્હેલીતેક નવો પુલ બનાવામાં આવે જેથી ભવિષ્યમા માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહિં તેવી પણ માંગણી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya