પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સદ જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને મિત્ર મંડળ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલા મનોદિવ્યાંગોના આશ્રમમાં અનેકવિધ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોદિવ્યાંગો અને દિવ્યાંગોને ભોજન, સ્કૂલબેગ વિતરણ,સ્ટેશનરી કીટ વિતરણ, યુનિફોર્મ વિતરણ, કરિયાણું, આશ્રમમા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે ફ્રીઝ .ટીવી કમ્પ્યુટર. સાબુ. તેલ. બેટરી. ધાબળા. ચાદર. રેઈનકોટ, છત્રી, સહિતની ચીઝ વસ્તુઓ આપવામાં આવી હતી. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ભરૂચ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મેંદરડા, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, પોરબંદર, મોરબી,ભુજ, બોટાદ, મહેસાણા, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા અને ગુજરાત બહાર પુણે અને ચેન્નાઈ સહિતના સ્થળોએ સંસ્કાર સંસ્થાઓમાં ખોડલધામની સ્થાનિક ટીમ પહોંચી સંસ્થામા આશરે રહી રહેલા 6000 થી વધુ બાળકો, વડીલો, દીકરા-દીકરીઓને જરૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લામાં આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધી આશ્રમ ખાતે ખોડલધામ યુવા સમિતિ પોરબંદર અને ખોડલધામ મહિલા સમિતિ પોરબંદર જિલ્લાની ટીમ પહોંચી હતી અને ત્યાં બાળકોને બેડશીટની જરૂરિયાત હોવાથી નરેશભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિતે બાળકોને બેડશીટ આપવામાં આવી હતી અને સાથે નાસ્તો પણ આપવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં ખોડલધામ યુવા સમિતિ અને મહિલા સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya