ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અપાયું
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા માધવપુરની શેઠ એન.ડી.રૂપારેલીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજ્ય
ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અપાયું.


ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અપાયું.


ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અપાયું.


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા માધવપુરની શેઠ એન.ડી.રૂપારેલીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે આવતી જતી વખતે રોડ પર એકબીજાએ મજાક મસ્તી ન કરવી, રોડ પર પહેલા જમણી બાજુ અને પછી ડાબી બાજુ જોયા બાદ જ સાવધાનીપૂર્વક રોડ ઓળંગવો, વાહન ડાબી બાજુ ચલાવવું અને પગપાળા ચાલતી વખતે જમણી બાજુ ચાલવું જોઈએ તેમજ ગીયર વગરના ટુ વ્હિલરનું લાયસન્સ સોળ વર્ષની ઉંમરે તથા ગીયર વાળા ટુ વ્હિલરનુ તથા ફોર વ્હિલરનુ લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયે કેવી રીતે મેળવી શકાય તેની તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવેલ હતી અને રોડ પર ટ્રાફિક નિયમન કેવી રીતે કરવામાં આવે છે તેના વિષે વિદ્યાર્થીઓને પ્રેકટીકલી સમજાવેલ હતા તેમજ ટ્રાફિક સિગ્નલ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ સરકારની ગુડ સમરીટન યોજનાનું નામ બદલી રાહ-વીર યોજના જાહેર કરેલ છે. ગુડ સમરીટન યોજનામાં અકસ્માતમાં ઘાયલને પ્રથમ કલાકમાં સારવારમાં હોસ્પિટલે પહોંચાડનાર વ્યકિતને સરકાર તરફથી પુરસ્કાર રૂપે પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે હવે રાહ-વીર યોજના હેઠળ પચ્ચીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના હેઠળ એક વ્યકિત એક વર્ષમાં પાંચ વખત લાભ લઈ શકશે અને દર વખતે પચ્ચીસ હજાર રૂપિયા અને સન્માનપત્ર મળવાપાત્ર છે વિગેરે માહિતી આપવામાં આવેલ હતી.આ રાહ-વીર યોજનાની માહિતી વિદ્યાર્થીઓને તેમના પરિવારજનો, સગા સંબંધીઓ અને પાડોશીઓ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં એ.એસ. આઈ.કિરીટભાઈ પરમાર તથા ડ્રા. મયુરભાઈ બાલશ,ભાવેશભાઈ વ્યાસ તથા ટી.આર.બી.જવાન કુલદિપ સરવૈયા, રમેશ કેશવાલા જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande