પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : સંકલ્પ વિકસિત ભારત ચાર યાત્રા ધામ અંતર્ગત દિપક શર્મા ગત તા. 11 જુલાઈના રોજ પોરબંદર આવ્યા હતા અને અહીંથી તેઓ સોમનાથ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. તેઓની આ યાત્રા સમગ્ર ભારત માટે પ્રેરણાદાયી છે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશની વિશ્વમાં એક મજબુત ઓળખ બની છે. તાજેતરમાં ભારતીય સેનાના જાબાઝ સૈનીકોએ ઓપેરશન સિંદુર થકી આતંકવાદીઓને તેમના સ્થળ સહીત નેશ નાબુદ કરવામાં સફળતા મેળવેલ છે ઓપેરશન સિંદુરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલ નવ સંકલ્પોથી પ્રેરિત આ ચાર ધામયાત્રા રાષ્ટ્ર નિર્માણમાં જન ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. સૈનિકોના સન્માન અને વિકસીત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ૯ સંકલ્પ વિક્સિત ભારત ચાર યાત્રાધામનું આયોજન એક પ્રેરણાદાયી કદમ છે. આ યાત્રાના આયોજક દિપક શર્માને આ પવિત્ર પ્રયત્નને અભિનંદન આપવા માટે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ કાણકિયા, અગ્રણી કેતનભાઈ દાણી, નિલેશભાઈ ઓડેદરા, ગીગનભાઈ બોખીરીયા, સુરેશભાઈ સિકોત્રા, લલિતભાઈ કોટેચા, દિપકભાઈ જુંગી, અનિલભાઈ મોતીવરસ, મહેન્દ્રસિંહ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya