પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કોર્ટના તાબામાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું. કુલ 27,380 કેસોમાંથી 6,883 કેસોનો સફળ નિકાલ થયો હતો. લોક અદાલતમાં ફોજદારી, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, વાહન અકસ્માત, મજૂર કરાર, લગ્નજીવન, બેંક દાવા અને જમીન વળતરના કેસોનો સમાવેશ થયો હતો.
પ્રિ-લિટિગેશન કેસોની સંખ્યા 21,530 હતી, જેમાંથી 3,235 કેસોનો નિકાલ થયો અને રૂ. 1.19 કરોડનું સેટલમેન્ટ થયું. રેગ્યુલર લોક અદાલતમાં 1,816માંથી 399 કેસોનું સમાધાન થયું હતું, જેમાં રૂ. 9.17 કરોડના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ક્રિમિનલ કેસોમાં 4,034માંથી 3,249 કેસોનો નિકાલ થયો.
આ પ્રસંગે પાટણ જિલ્લા અદાલતના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક્ટ જજ બિપીનભાઈ કે. બારોટ, જિલ્લા કાનૂની સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરી અને રજિસ્ટ્રાર રાકેશ સોલંકીએ હાજરી આપી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે વકીલો, મેજિસ્ટ્રેટો, કન્સીલેટરો અને અસીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર