રાજકોટ 13 જુલાઈ (હિ.સ.) જેતપુર તાલુકાના પેઢલા ગામે આજે મહત્વપૂર્ણ ક્ષણે શ્રી રાજકોટ જિલ્લા સહકારી બેંક લિ.ની નવી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. પેઢલા સહકારી મંડળી દ્વારા નવનિર્મિત ઓફિસમાં આ બ્રાન્ચનું સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ નવા કાર્યાલયના શુભારંભ પ્રસંગે ગામના આગેવાનો અને સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોઓને વધુ સારી બેંકિંગ સેવાઓ મળી રહે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
શ્રી રાજકોટ જિલ્લા સહકારી બેંક લિ.ની આ નવી બ્રાન્ચ પેઢલા તથા આસપાસના વિસ્તારના ખેડૂતોએ ખેતીના ઋણ, જમા ખાતાં, રોકાણ અને અન્ય નાણાકીય કાર્યો સરળતાથી કરી શકે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.
આ શુભ પ્રસંગે પેઢલા ગામના અગ્રણીઓએ સહકારી મંડળી અને બેંકના તમામ કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી અને પેઢલા ગામના વિકાસમાં આ નવા કાર્યાલયનો મહત્વપૂર્ણ ફાળો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek