અમરેલી 13 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તાજેતરમાં અમલમાં આવેલા નવા ત્રણ ક્રિમિનલ કાયદાઓ—ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સાક્ષ્ય સંહિતા અને ભારતીય વિધિ સંહિતા—વિષે જનજાગૃતિ માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર, ઓડિયો અને વિડિયો કન્ટેન્ટ ક્રીએશનના ત્રણે વિભાગોમાં વિદ્યાર્થીઓ તથા યુવાનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.
આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ એ હતો કે, નાગરિકોને નવા કાયદાઓ અંગે સમજાવવામાં આવે અને તેમના અધિકારો તથા ફરજીઓ વિશે માહિતી પહોંચાડવામાં આવે.
વિજેતાઓ માટે અમરેલી જિલ્લાના પોલીસ વડા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. વિજેતાઓને પ્રમાણપત્રો અને સન્માન ચિહ્નો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ તમામ ભાગ લેનાર પ્રતિભાઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આવા સર્જનાત્મક પ્રયોગો દ્વારા સમાજમાં કાયદાકીય જાગૃતિ વધારી શકાય છે.
આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં કાયદા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને બળ મળી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek