અંબાજી,13જુલાઈ
(હિ. સ) હાલમાં
અંબાજી વિસ્તારમાં યુ જી વી સી એલ દ્વારા સ્માર્ટ મીટર નાખવાની અને જૂના મીટર
બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે આ સ્માર્ટ મીટરને લઈએ અંબાજી ખાતે એક
ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે અંબાજીના માનસરોવર પાસે આવેલી એક ચા ની કેટલી વાળો
જેને દર મહિને 800 થી હજાર
રૂપિયાનો બિલ આવતું હતું તેને જબરદસ્તી સ્માર્ટ મીટર નાખી દેવાયો અને તેને
કહેવામાં આ વ્યુકે જૂના મીટરની અવધી પૂરી
થઈ ગઈ છે તેથી આ નવું મીટર લગાવવું પડશે તેમ કહી તેને સ્માર્ટ મીટર લગાડી દેવાયું, જ્યારે બે મહિનાના અંતે તેનું બિલ
આવ્યું 82 હજારનો
કે જ્યાં તેને અત્યાર mm માત્ર 800 કે 1000 સુધી નું બિલ આવતું હતું તેની સામે તેને 82હજારનું
બિલ આવ્યું જોકે આ ચા ની હોટલમાં રોજના 200થી 300 રૂપિયા ની વેપાર પણ થતો નથી. તેની હવે આ 82,000
નું બિલ ફટકારવામાં આવ્યું છે
એટલું જ નહીં તેની બાજુમાં એક સામાન્ય ઓરડી છે જે મીટર બંધ છે તેના યુનિટ 00 બતાવી રહ્યું છે અને છેલ્લા કેટલાક
સમયથી તેનો બિલ ફિક્સ 50 રૂપિયા આવતો હતો. તેની જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું
બિલ 800 રૂપિયા
આવ્યું છે જે જોતા એવું લાગે છે કે જે બંધમીટરના બિલ બનાવી રહ્યું છે તે શું મજાક કરી રહ્યા છે કે પછી આવી રીતે
ગ્રાહકોને હેરાન કરવામાં આવી રહ્યા છે ? સ્માર્ટ મીટર પણ લગાડવાની વેપારી ના કહેતા હોય છે તેમ છતાં
જબરજસ્તી જૂના મીટર બદલવા જ પડશે તેમકહિમીટરો બદલવામાં આવી રહ્યા છે ,બે મહિનાના અંતે 800
કે 1,000
ના બદલે82 હજાર ઉપરાંત લાઈટ બિલ ફટકાવી દેવાતા લોકોમાંરોષ ની લાગણી જોવા મળી રહે છે જોકે હજી આ બે
બિલ જ જોવા મળ્યા છે જો આખા ગામમાં જ્યાંસ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેની ખાતરી કરવામાં આવે તો અનેક લોકોની
ફરિયાદો સામે આવે તેમ છે, અગાઉ પણ કેટલાના જાણ્યા મુજબ જેમને સામાન્ય બિલ આવતું હતું તેનું
હજારોમાં બિલ આવવા લાગ્યું છે કે જેથી લઈને આ ગ્રાહકોમાં સામે સ્માર્ટ મીટરને લઈને
રોસ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ