વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા સાત માસથી નાસ્તા પડતાં આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો
અમરેલી, 13 જુલાઈ (હિ.સ.) અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી લપાઇ છુપાઇ કરીને રહેતો હતો. આરોપીની શોધખોળમાં પોલીસને સતત પ્રયત્નો કરવા છતાં તે હાથ લાગતો ન હતો. પરંતુ પેરોલ ફર્લો સ્કવોર્ડ, અમરેલી દ્વા
વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા સાત માસથી નાસ્તા પડતાં આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો


અમરેલી, 13 જુલાઈ (હિ.સ.) અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી લપાઇ છુપાઇ કરીને રહેતો હતો. આરોપીની શોધખોળમાં પોલીસને સતત પ્રયત્નો કરવા છતાં તે હાથ લાગતો ન હતો. પરંતુ પેરોલ ફર્લો સ્કવોર્ડ, અમરેલી દ્વારા આરોપીની પકડ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસને મળેલી ચોકસાઈભરી માહિતીના આધારે અને ટેક્નોલોજીનો સહારો લઈ આરોપીનો ખોરખાં પતો કાઢવામાં આવ્યો હતો. ત્યારે પેરોલ ફર્લો સ્કવોર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.

આ પકડી પાડવામાં આવેલ આરોપી પર વિશ્વાસઘાત જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. પેરોલ ફર્લો સ્કવોર્ડની મુસ્તેદી અને ચુસ્ત કામગીરીના કારણે લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી હવે કાયદાની પકડમાં આવ્યો છે. પોલીસના આ કામગીરીને લોકો દ્વારા પણ પ્રશંસા મળતી થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande