પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : રાધનપુર તાલુકાના છાણીયાથર ગામમાં સગીરા સાથે છેડછાડનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જ્યારે સગીરા પોતાના ઘરની સામે આવેલા વાડામાં સ્નાન કરવા જઈ રહી હતી, ત્યારે વિષ્ણુભાઈ કાનજીભાઈ ઠાકોર નામના યુવકે તેનો હાથ પકડ્યો હતો અને નજીકના મેલડી માતાના મંદિરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીનો ઈરાદો સગીરાને ચુંબન કરવાનો હતો.
સગીરાએ તરત બૂમાબૂમ કરીને બચાવ માટે પ્રયાસ કર્યો હતો. અવાજ સાંભળીને તેની મોટી બહેન ત્યાં પહોંચી ગઈ હતી. બહેનને જોઈને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં રાધનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વિષ્ણુભાઈ ઠાકોર વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ-૧૨ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૭૫(૧)(૧), ૭૫(૧)(૨), અને ૭૫(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર