પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં મિત્રતાના દાવે આપેલા રૂપિયાનો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.કેસની વિગત એવી છે કે અનિલ ભરતજી ઓડેદરાએ સંજય પરબત બોખીરીયાને મિત્રતાને ધોરણે હંગામી રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના આપેલ હતા. જેની ઉઘરાણી કરતા આરોપીએ પોતાના બેંકભંડોળના શેરાથી પરત આવેલ જેથી ફરીયાદીએ તેમના વકીલ મારફતે નોટીસ આપેલ જે નોટીસ બજવા છતાં આરોપીએ રકમ ચુકવેલ ન હોય ફરિયાદ કરી હતી.ઉપરોકત કેસ ચાલી જતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ. જ્યુડી. મેજી. કોર્ટ દ્વારા આરોપી સંજય પરબત બોખીરીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ત્રણ લાખ સામે રૂપિયા પાંચ લાખ ચુકવવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ફરિયાદી વકીલ તરીકે નિલેષભાઈ જોષી તથા આરોપી વકીલ તરીકે શૈલેષભાઈ પરમાર અને નરેશ ઓડેદરા રોકાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya