સિદ્ધપુરમાં હોમગાર્ડ અને NDRFના સહયોગથી, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ
પાટણ, 13 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે ખાસ Civil Defence તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર ડી. ઠાકોરની અધ્યક્ષતા હેઠળ અને સિદ્ધપુર મામલતદારના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્
સિદ્ધપુરમાં હોમગાર્ડ અને NDRFની સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ


સિદ્ધપુરમાં હોમગાર્ડ અને NDRFની સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ


સિદ્ધપુરમાં હોમગાર્ડ અને NDRFના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ


પાટણ, 13 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે ખાસ Civil Defence તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર ડી. ઠાકોરની અધ્યક્ષતા હેઠળ અને સિદ્ધપુર મામલતદારના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધપુર તાલુકાના 800થી 900 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આપત્તિ નિવારણ, પ્રાથમિક સારવાર અને સુરક્ષા બાબતો અંગે NDRF ટીમ અને સિદ્ધપુર હોમગાર્ડ યુનિટના કપૂરજી ઠાકોર, ફૂલચંદ શ્રીમાળી, બાકીર પટેલ સહિતના સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમનું સફળ સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણ જાગૃતિ માટે કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિમાં સ્વયંસેવકો રાષ્ટ્રસેવા માટે તત્પર રહેશે. આ તાલીમથી સ્વયંસેવકોમાં શિસ્ત, એકતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસશે, અને સમાજમાં સુરક્ષા તથા જાગૃતિ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande