ગીર સોમનાથ 13 જુલાઈ (હિ.સ.) કોડીનાર શાપુરજી પાલોનજી ગ્રુપની સોલીડ કાર્ગો જેટી માટે લોક સુનાવણી યોજાઇ હતી. જેમાં છારા, સરખડી, કડોદરા, પીપળી સહીત ગામના લોકો ઉપસ્થિત રહી સમર્થન આપ્યું હતું. તેમજ ખેડૂતના પરિવારને કંપની દ્વારા રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવો લોકોમાં સૂર જોવા મળ્યો હતો.
કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠે સીમર પોર્ટ દ્વારા અંદાજે રૂ.૪૦૦૦ કરોડ ના ખર્ચ બનાવવામાં આવનાર સોલિડ કાર્ગો જેટી આઇલેન્ડ બ્રેક વોટર અને ટ્રાન્સશિપમેન્ટ માટે બાંધકામ જેટી ના ઉપયોગ માટેની યોજના ની આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ અંગે જન સુનાવણી નું આયોજન ગીર સોમનાથ જિલ્લા નિવાસી કલેકટર રાજેશ આલ તથા જી. પી.સી.બી ના એસ.બી.પરમાર ના અધ્યક્ષ સ્થાને છારા મુકામે પ્રોજેક્ટ વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું.
2014માં પર્યાવરણ બોર્ડ દ્વારા મંજુર કરાયેલ સોલિડ કાર્બોજેટી ને નવેસરથી પૂર્વ તરફ ખસેડવાના આ પ્રોજેક્ટ ની કાર્ગો વોલ્યુમ આઠ.એમ. ટી.પી એ ની મંજુરી માગવા માં આવી છે. જેમાં કોલસો, ચૂનાનો પથ્થર, કિલકર કેમિકલ ફલાયસ , સોડા એસ, બલ્ક કેમિકલ, સહિત અન્ય ખનીજો કૃષિ ઉત્પાદનો અને ડ્રાયબલ્ક અને બ્રેક બલ્ગ કાર્ગો સામેલ કરવામાં આવ્યા છે.
પર્યાવરણ અંગેની લોક સુનાવણીમાં સીમરપોર્ટના આ પ્રોજેક્ટ ને અસરગ્રસ્ત એવા છારા ,સરખડી,કડોદરા, પીપળી, દેવળી સહિતના ગામ લોકોએ આવકાર્યા હતા અને આ વિસ્તારમાં લોકોને નવી રોજગારીની તક ઊભી અને જે લોકોની જમીન આ પ્રોજેક્ટમાં ગઈ છે એવા ખેડૂતના પરિવારને કંપની દ્વારા રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવો લોકોમાં સૂર ઉઠ્યો હતો. કંપની દ્વારા પ્રોજેક્ટ વિસ્તારના વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રજૂઆતો કરવામાં આવી હતી જેથી અન્ય ખેડૂતોની જમીનને નુકસાન ન થાય તેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન પર્યાવરણ વિદ દિનેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ ગોહિલ, બાલુભાઇ સોચા સહિતના અનેક લોકોએ કંપની દ્વારા આ વિસ્તારમાં લોક સુખાકારીના કાર્યોને અગ્રતા આપવામાં આવે તેમજ પર્યાવરણ અંગે પણ લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે તેવી માંગણી કરી હતી. છારા ગામ ના એડવોકેટ મનુભાઈ ચંડેરા દ્વારા આ આવનાર પ્રોજેક્ટને કારણે કેટલીક પર્યાવરણીય સમસ્યાઓ જણાવી હતી જે અંગે કંપની અધિકારી દ્વારા નોંધ લઈને તે અંગે પણ યોગ્ય કરવા ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ