જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના ૧૨ અંત્યોદય જાતિના અરજદારો, રાજ્ય સરકારની વિવિધ યોજનામાં અરજી કરી શકશે
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના ૧૨ અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડિયા, સેનવા-સેનમા-શેનવા-ચેનવા-સેડમા-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરૂબ્રાહ્યણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માતંગ, વાલ્મીકી(સફાઇ
જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના ૧૨ અંત્યોદય જાતિના અરજદારો, રાજ્ય સરકારની વિવિધ યોજનામાં અરજી કરી શકશે


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના ૧૨ અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડિયા, સેનવા-સેનમા-શેનવા-ચેનવા-સેડમા-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરૂબ્રાહ્યણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માતંગ, વાલ્મીકી(સફાઇ કામદાર સિવાય)ના અરજદારોને રાજ્ય સરકારની વિવિધ યોજના માટે તા.૧૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.

જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના ૧૨ અંત્યોદય જાતિના અરજદારો રાજ્ય સરકારની વિવિધ યોજના જેવી કે નાના ધંધા વ્યવસાય લોન યોજના રૂ.૧,૨૫,૦૦૦ સુધી, પશુપાલન લોન યોજના રૂ.૧,૦૦,૦૦૦ સુધી, પેસેન્જર વાહન/માલવાહક (ફોર વ્હીલર) રૂ.૭,૫૦,૦૦૦ સુધી, પેસેન્જર વાહન/માલવાહક વાહન (થ્રી વ્હીલર) રૂ.૨,૫૦,૦૦૦ સુધીની યોજનાનો લાભ લેવા માટે તા.૧૧/૦૮/૨૦૨૫ સુધી https://sje.gujarat.gov.in/gapb ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૩૨૫૬૩૨૩(સમય: ૧૦-૩૦ થી ૧૮-૦૦ સુધી) સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande